મોરબીને મહાનગરપાલિકાનો દરજજો આપવા કાપડ અસોસિએશનની માંગ

- text


મહાનગરપાલિકા જાહેર કરવામાં આવે તો અનેક સમસ્યાઓ અને પડતર પ્રશ્નો હલ થશે

મોરબી : મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજજો આપવા મોરબી કાપડ અસોસિએશનના પ્રમુખ અને સિંધી સમાજના આગેવાન જમનાદાસ ગવાલાણીએ માંગ ઉઠાવી મુદ્દાસર રજુઆત કરી છે.

મોરબી કાપડ અસોસિએશનના પ્રમુખ જમનાદાસ ગવાલાણીએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે કે છેલ્લા ઘણા સમયથી મોરબી વિકાસની હરણફાળ ફરી રહ્યું છે ત્યારે મોરબીને મહાનગરપાલિકા જાહેર કરવા અમારી માંગ છે.જે બધાના હિતમાં પણ છે.

તેઓ વધુમાં ઉમેરે છે કે, નવ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મોરબીને જિલ્લાનો દરજ્જો અપાવેલો. પરંતુ હજુ સુધી જિલ્લા લેવલની જે સગવડતા મળવી જોઈએ તે મળી નથી. ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે.જો મોરબીને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા સહિત અનેક પડતર પ્રશ્નો હાલ થશે.

- text

સિરામીક સહિતના ઉદ્યોગોને કારણે હાલ જ્યારે મોરબી ધંધાનું હબ બન્યું છે ત્યારે આસપાસના ગામડામાંથી પણ દરરોજ દોઢથી બે લાખ લોકો શહેરમાં ખરીદી અર્થે આવે છે. અને અવર જવર કરે છે.આમ હવે મોરબીને મહાનગરપાલિકા જાહેર કરવાની ખાસ જરૂર હોવાનું જમનાદાસ ભાઈએ અંતમાં જણાવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text