મોરબી Dy.SPએ ગેરકાયદે પેટ્રોલિયમ પ્રવાહી વેંચતી બે હોટેલોમાં પાડ્યા દરોડા : 4 ઝડપાયા, 2 ફરાર

- text


 

રેન્જ આઈજીના આદેશથી આકરી કાર્યવાહી : રૂ. 27 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

વાંકાનેર : રેન્જ આઈજીના આદેશથી મોરબી ડીવાયએસપી અને વાંકાનેર તાલુકા પીએસઆઈએ વાંકાનેર બાઉન્ડ્રી નજીક ચોટીલા હાઈવે પર બે હોટેલોમાં દરોડો પાડી ગેરકાયદે પેટ્રોલિયમ પ્રવાહી વેચાણનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી રૂ. 27.41 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 શખ્સોની ધરપકડ કરી છે. આ સાથે ફરાર 2 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આઇ.જી.પી. સંદીપસિંઘને હકીકત મળેલ કે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકાથી ચોટીલા તરફ જવાના હાઇ-વે રોડ ઉપર આવેલ શેર એ પંજાબ હોટલ તથા નાગરાજ હોટલની અંદરના ભાગે ગુપ્ત ટાંકો બનાવી ત્યાંથી ગેરકાયદેસર પેટ્રોલીયમ પ્રવાહીનુ વેચાણ કરવામાં આવે છે. જે હકીકત આધારે તુર્તજ હર્ષ ઉપાધ્યાય ડીવાયએસપી મોરબી વિભાગ તથા પી.જી.પનારા પો.સ.ઇ. વાંકાનેર તાલુકાનાઓને હકીકત વાળી જગ્યાએ મોકલી હોટલ ચેક કરાવતા સદર જગ્યાએથી જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી લી.૨૪૦૦, કિ.રૂ.૨,૩૦,૨૦૦/- તથા ટ્રક – ર કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- તથા કાર – ૧ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-ર કિ.રૂ.૧૦,૦૦૦/- તથા હેન્ડ પમ્પ – ર કિ.રૂ.૧,૦૦૦/- નો મુદ્દામાલ મળી કુલ રૂ.૨૭,૪૧,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કુલ-૬ આરોપીઓ કોડીંબા ધોડીબા વાઘમારે રે.કુરૂંદાવાડી તા.બસમત જી.હિંગલો મહારાષ્ટ્ર, મારૂતી જયસીંગ નાગે રે.હનુમાનનગર રોડ, ઇસ્લામપુર ગામ તા.વાલ્વા જી.સાંગલી મહારાષ્ટ્ર, સુરેશ વજાભાઇ ચોવીસીયા ધંધો.મજુરી રે.ખેરડી તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર, અનીતકુમાર અરૂણ મંડલ રે.ખેરડી, નાગરાજ હોટલ, તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરને પકડી પાડવામાં આવ્યા હતા.

- text

જ્યારે યુવરાજભાઇ કનુભાઇ ધાધલ રે.નાગરાજ હોટલ, ચોટીલા તથા રવુભાઇ ભોજભાઇ ધાધલ રે.ચોટીલા રાજકોટ ને.હા. રોડ, શેરે પંજાબ હોટલ તા.ચોટીલા ફરાર હોય તેઓની વિરુધ્ધ ચોટીલા પો.સ્ટે. ઇપીકો કલમ-૨૭૮, ૨૮૫, ૧૧૪ તથા આવશ્યક ચીજવસ્તુઓના અધિનીયમ કલમ-૩ અને ૭ તથા પેટ્રોલીયમ અધિનીયમ કલમ- ૩,૪,૨૩ મુજબ કુલ-ર ગુના દાખલ કરી મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text