મોરબી તાલુકાની નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાની પક્ષીઓને બચાવવા અનોખી પહેલ

- text


 

બાળકોએ 11 કિલો પતંગ દોરાની ગુંચ એકઠી કરી,સ્પર્ધા યોજાઇ

મોરબી: મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળા દ્વારા એક અનોખી પહેલ કરી ઉતરાયણ બાદ દોરાની ગૂંચમાં ફસાઈ જતા નિર્દોષ પક્ષીઓને બચાવવા આવી દોરાની ગુંચ એકઠી કરવાની ઓનલાઇન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શાળાના ધોરણ 1થી 8ના બાળકોએ લગભગ 11 કિલોગ્રામ જેટલી ગૂંચ એકઠી કરી હતી.

આ સ્પર્ધા શિક્ષક અશોકભાઈ કાંજિયાના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.ધોરણ 1થી 8માં ગૂંચ ભેગી કરનાર બાળકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.જેમાં ધોરણ 1માં પડસુંબિયા વેદ,ધોરણ 2માં પડસુંબિયા દર્શ,ધોરણ 3માં સોનારા નિશાંત, ધોરણ 4માં સિંધવ વૈભવ,ધોરણ 5મા આદ્રોજા હેત, ધોરણ 6માં નટડાક દયાલરામ,ધોરણ 7માં વાસાણી ધર્મ તથા ધોરણ 8માં રૂપાલા પાર્થ વિજેતા થયા હતા.

- text

વિજેતા થનાર તમામ બાળકોને શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.આગામી સમયમાં વિજેતા બાળકોને પ્રમાણપત્ર અને ઇનામ આપી પ્રોત્સાહિત કરાશે.

- text