મોરબી જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત : આજે 94 કેસ

- text


 

જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 831 થયો : 120 દર્દીઓ સાજા થયા : 69 કેસ મોરબી તાલુકાના, બાકીના 25 કેસ અન્ય ચાર તાલુકાના

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 94 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 805 થઈ ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1376 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 94 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 120 દર્દીઓ રિકવર પણ થયા છે. બીજી તરફ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક ઘટીને 805 થયો છે.

- text

2 ફેબ્રુઆરી, બુધવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 22
મોરબી શહેર : 47
વાંકાનેર ગ્રામ્ય : 04
વાંકાનેર શહેર : 03
હળવદ ગ્રામ્ય : 04
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 07
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 07
માળિયા શહેર : 00
કુલ : 94

2 ફેબ્રુઆરી, બુધવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 99
વાંકાનેર તાલુકા : 06
હળવદ તાલુકા : 07
ટંકારા તાલુકા : 05
માળિયા તાલુકા : 03
કુલ ડિસ્ચાર્જ : 120

- text