MCX : ક્રૂડ તેલમાં 14,20,700 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાની આગેકૂચ

- text


 

સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ કોટનમાં સેંકડા ઘટ્યાઃ મેન્થા તેલ વધ્યુઃ રબરમાં નરમાઈનો માહોલઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 65 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 120 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈ : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,16,375 સોદાઓમાં કુલ રૂ.9,897.81 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 65 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 120 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 40,514 સોદાઓમાં કુલ રૂ.2,677.76 કરોડનાં કામકાજ થયાં હતાં.

સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,850ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,920 અને નીચામાં રૂ.47,692 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.147 ઘટી રૂ.47,818ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.38,490 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.4,790ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,306 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,755 અને નીચામાં રૂ.61,300 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.277 વધી રૂ.61,635 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.240 વધી રૂ.61,916 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.250 વધી રૂ.61,925 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓમાં 10,137 સોદાઓમાં રૂ.2,065.70 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.80 વધી રૂ.244.05 અને જસત ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.25 વધી રૂ.300ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.7.05 વધી રૂ.757.40 અને નિકલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.4.1 વધી રૂ.1,730.70 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં 31,969 સોદાઓમાં કુલ રૂ.2,230.36 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,649 અને નીચામાં રૂ.6,583 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.30 વધી રૂ.6,599 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.20.20 વધી રૂ.373.70 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,389 સોદાઓમાં રૂ.163.07 કરોડનાં કામકાજ થયા હતા. રબર ફેબ્રુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.17,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,300 અને નીચામાં રૂ.16,800 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.375 ઘટી રૂ.16,897ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.90 વધી રૂ.974.70 અને કોટન ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.320 ઘટી રૂ.37,370 બોલાઈ રહ્યો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,183 સોદાઓમાં રૂ.1,441.18 કરોડનાં 3,009.835 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 33,331 સોદાઓમાં કુલ રૂ.1,236.58 કરોડનાં 200.228 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.196.47 કરોડનાં 8,045 ટન, જસતના વાયદાઓમાં રૂ.200.24 કરોડનાં 6,705 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.886.39 કરોડનાં 11,750 ટન, નિકલના વાયદાઓમાં રૂ.726.11 કરોડનાં 4,192.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.56.49 કરોડનાં 3,035 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,019 સોદાઓમાં રૂ.939.35 કરોડનાં 14,20,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 21,950 સોદાઓમાં રૂ.1,291.01 કરોડનાં 3,50,17,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,316 સોદાઓમાં રૂ.160.62 કરોડનાં 42700 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 58 સોદાઓમાં રૂ.2.18 કરોડનાં 22.32 ટન, રબરના વાયદાઓમાં 15 સોદાઓમાં રૂ.0.27 કરોડનાં 16 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,953.751 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 705.373 ટન, એલ્યુમિનિયમમાં 12,660 ટન, જસત વાયદામાં 6,795 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 9,955 ટન, નિકલ વાયદામાં 4,201.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,890 ટન, ક્રૂડ તેલમાં 11,95,400 બેરલ અને નેચરલ ગેસમાં 1,29,25,000 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 178425 ગાંસડી, મેન્થા તેલમાં 402.12 ટન, રબરમાં 66 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,111 સોદાઓમાં રૂ.100.03 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 342 સોદાઓમાં રૂ.25.99 કરોડનાં 370 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 586 સોદાઓમાં રૂ.57.93 કરોડનાં 634 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,686 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,130 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,037ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,076 અને નીચામાં 14,011ના સ્તરને સ્પર્શી, 65 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 14 પોઈન્ટ વધી 14,062ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 18,199ના સ્તરે ખૂલી, 120 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 103 પોઈન્ટ વધી 18,302ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 31,255 સોદાઓમાં રૂ.2,660.89 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.49.12 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.46.40 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,564.35 કરોડનાં કામકાજ થયાં હતાં.

- text