માળીયામાં સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


માળીયા : માળીયા તાલુકા ભાજપ દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નીમીતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

માળીયા તાલુકા ભાજપ યુવા ટીમ દ્વારા પ્રમુખ મણીભાઈ સરડવાના માર્ગદર્શન હેઠળ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં બહોળી સંખ્યામા રક્ત દાતાઓઓ ઉપસ્થિત રહયા હતા અને રક્ત દાન કરવામા આવ્યુ હતું.

આ તકે તાલુકા પંચાયત ના ચેરમેન નિર્મળસિંહ જાડેજા, પૂર્વ ઉપ પ્રમુખ ડી.ડી.જાડેજા , ભાજપ આગેવાન જગદીશભાઈ પ્રભારી પરીમલભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ કેમ્પને સફળ બનાવવા બદલ યુવા ભાજપ પ્રમુખ હિતેશભાઈ દસાડીયાની આગેવાની યુવા ભાજપ ટીમના પ્રજ્ઞેશભાઈ ગોઠી, પ્રદીપભાઈ વિલપરા, પાર્થ બોપલીયા, નિકુંજ વીડજા, વિપુલભાઈ મંઢ, વિજય ગજિયા, તેમજ ભાજપના યુવા આગેવાન શીવમભાઈ વિરમગામા તેમજ નયનભાઈ કાવરે જહેમત ઉઠાવી હતી.

- text