ટંકારા-પડધરી વિસ્તારમાં 27.70 કરોડના ખર્ચે રોડ-રસ્તાનું નવીનીકરણ

- text


ધારાસભ્ય લલિતભાઈ કગથરા, સાંસદ કુંડારીયા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેથરીયાની રજુઆત ફળી : રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મંત્રી દ્વારા કામો મંજુર

મોરબી : ટંકારા – પડધરી વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા વિવિધ રસ્તાઓનું રી-સરફેસિંગ અને લજાઈ-હડમતીયા-જડેશ્વર રોડને પહોળો કરવા સહિતના જુદા-જુદા ચાર માર્ગોના રૂપિયા 27.70 કરોડના કામો રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે આ ખખડધજ માર્ગો માટે ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને જિલ્લા ભાજપ અધ્ય્ક્ષ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા રજૂઆતો કરાઈ હતી.

ટંકારા-પડધરી વિસ્તારના ધારાસભ્ય લલીતભાઈ કગથરા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ટંકારા તાલુકાના વિવિધ ખખડધજ માર્ગોના નવીનીકરણ માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને રજૂઆત કરાતા વાંકાનેર-જડેશ્વર-લજાઈ રોડને પહોળો કરી મજબૂત બનાવવા માટે 10 કરોડ, ધ્રોલ-લતીપર-સવાડી-ટંકારાના રોડનું રિસરફ્રેસિંગ કરવા માટે રૂ.11.50 કરોડ, મોરબી જિલ્લામાં મોરબી-પંચાસર-નાગલપર-મોટીવાવડી રોડનું રિસરફ્રેસિંગ કરવા માટે રૂ.2.20 કરોડ અને મીતાણા-નેકનામ-પડધરી રોડનું રિસરફ્રેસિંગ કરવા માટે રૂ.4 કરોડ ફાળવવામાં આવ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text