સરકાર ટેકાના ભાવથી તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરશે : કૃષિ મંત્રી રાઘવજીભાઈ

- text


ટેકાના ભાવે ખેડૂતો પાસેથી વધુ માત્રામાં ચણાની ખરીદી કરવા કેન્દ્રમાં રાજ્ય સરકારની રજુઆત

મોરબી : આગામી તા. 15 ફેબ્રુઆરીથી રાજ્ય સરકાર દ્વારા તુવેરની અને તા.1 માર્ચથી રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે સાથો-સાથ ચાલુ વર્ષે ચણા સહિતના રવિ સિઝનના પાકોનું વધુ વાવેતર થવાથી ઉત્પાદન વધવાની સંભાવનાને પગલે કેન્દ્રિય કૃષિ મંત્રીને ચણાનો વધુ જથ્થો ખરીદવા વિનંતી કરવામાં આવી હોવાનું પણ તેમને ઉમેર્યું હતું.

કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે વર્ષ ૨૦૨૧-૨૨ માં તુવેર માટે રૂ. ૧૨૬૦ પ્રતિ ૨૦ કી.ગ્રા(મણ), ચણા માટે રૂ. ૧૦૪૬ પ્રતિ ૨૦ કી.ગ્રા (મણ), અને રાયડા માટે રૂપિયા ૧૦૧૦ પ્રતિ ૨૦ કી.ગ્રા(મણ) લઘુત્તમ ટેકાના ભાવ જાહેર કરેલા છે. રાજયમાં ખરીફ/રવિ સીઝન ૨૦૨૧-૨૨માં લઘુતમ ટેકાના ભાવે તુવેરની ખરીદી તા.૧૫/૦૨/૨૦૨૨ અને ચણા તથા રાયડાની ખરીદી તા.૦૧/૦૩/૨૦૨૨ થી રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લી., અમદાવાદ મારફતે કરવામાં આવનાર છે.

વધુમાં લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડોનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન વિના મુલ્યે નોંધણી  સમગ્ર રાજ્યમાં સ્થાનિક/ ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તા.૦૧/૦૨/૨૦૨૨ થી તા.૨૮/૦૨/૨૦૨૨ સુધી કરવામાં આવશે. તે મુજબ તમામ ખેડૂતોએ નોંધણી કરાવવી જરૂરી છે. નોંધણીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતો હોઈ ખેડૂતોએ નોંધણી માટે VCE ને કોઈપણ પ્રકારની રકમ ચૂકવવાની રહેતી નથી.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે આધાર કાર્ડની નકલ, અદ્યતન મહેસૂલી રેકર્ડ ગામ નમુનો ૭, ૧૨, ૮-અની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

- text

રાજ્યમાં તુવેર, ચણા અને રાયડા પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા મંત્રીશ્રીએ ખાસ અનુરોધ કર્યો છે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો સવાર ૯-૦૦ થી સાંજના ૬-૦૦ સુધી  હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૬૪૦૭૬૦૯, ૨૬૪૦૭૬૦૧૦, ૨૬૪૦૭૬૦૧૧, અને ૨૬૪૦૭૬૦૧૨ ઉપર સંપર્ક કરવાનો રહેશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text