હળવદના પાટીયા ગ્રુપ આયોજિત પતંગોત્સવના વિજેતાઓને ઇનામ વિતરણ

- text


હળવદ : હળવદના પાટીયા ગ્રુપ દ્વારા આયોજિત પતંગોત્સવના વિજેતાઓના નામ જાહેર કરી બાળકોને મનપસંદ ગીફ્ટ આપવામાં આવી હતી.

હળવદ પાટિયા ગ્રુપ દ્વારા આયોજિત પતંગોત્સવમાં 201 જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાં વિજેતા થયેલા સ્પર્ધકોને ઇનામ વિતરણ કાર્યક્રમ અત્રેની મોઢ સમાજવાડીમા રાખવામાં આવ્યો હતો. પતંગોત્સવ હરીફાઈ માટે 17 જજની પેનલ બનાવવામાં આવી હતી. જેમાં વિજેતા બાળકોને સ્માર્ટ વોચ તેમજ અન્ય બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા.

આ સાથે જ પાટિયા ગ્રુપ દ્વારા પાંચમી તરતી પુસ્તકાલય ખુલ્લી મુકવામાં આવી હતી.આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તારીખ 26/1ના રોજ હળવદ મુકામે રક્તદાન કેમ્પનું આયોજન હોય તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

- text

સ્પર્ધામા માં જજ તરીકે દીપકભાઈ ચૌહાણ,વિશાલભાઈ દરજી, દલવાડી,મહેન્દ્રભાઈ, શિલ્પાબેન રાવલ,રીટાબેન ઝાલા,દેવયાનીબેન જોશી, કાજલબેન કારીયા, ડો. નીરવ, હેમલભાઈ,સત્યદેવભાઈ, જાદવજીભાઈ, રમેશભાઈ, અતુલભાઇ, પિયુષભાઈ, મૌલિકભાઈ અને ભાવેશભાઇ જોશીએ સેવા આપી હતી. જેઓનું પણ ગિફ્ટ આપી સન્માન કરાયું હતું. આ તકે પાટીયા ગ્રુપે તમામ દાતા તેમજ બાળકોને અભિનંદન આપ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text