મોરબીમાં ધૂમ બાઈકર્સ યુવાને રોડ વચ્ચોવચ્ચ બાઈક રાખી ટ્રાફિક અવરોધ્યો

- text


બેઠાપુલ ઉપર રોડની વચ્ચોવચ બાઈક રાખી સીન સપાટા કરતા અન્ય વાહન ચાલોકોને મુશ્કેલી

મોરબી : મોરબીમાં કેટલાક લવર મૂછીયા યુવાનોમાં ફરી જોખમી બાઈક સ્ટંટ કરવાનું ભૂત સવાર થયું હોય એમ અગાઉ જોખમી બાઈક સ્ટંટની ઘટના સામે આવ્યા બાદ બેઠાપુલ ઉપર રોડની વચ્ચોવચ બાઈક રાખી બાઇકર્સે સીન સપાટા કર્યા હતા ત્યારે ધૂમ બાઈકર્સ ટોળી ફરી સક્રિય થઈ હોવાના અણસારો વચ્ચે રોક શકો તો રોક લો નો બાઈકર્સ દ્વારા પોલીસને પડકાર ફેંક્યો છે.

મોરબીના બેઠાપુલ પાસે રોડની વચ્ચોવચ ધૂમ બાઈકર્સ યુવાને જાહેર રોડની વચ્ચોવચ પોતાનું બાઈક આડે રાખી ટ્રાફિકને રીતસર અવરોધ ઉભો કર્યો હતો. જાહેર રોડ ઉપર આવો બેહુંદો તમાશો અન્ય વાહન ચાલકો માટે મુશ્કેલી બન્યો હતો. આ લવર મુછીયા યુવાનનો હિંમત એટલી બધી છે કે, પોલીસ કર કાયદાનો કશો જ ડર ન હોય તેમ આવા વીડિયો બનાવી સોશ્યલ સાઇટ ઉપર મૂકી રહ્યા છે.તેથી લોકોની સલામતી જોખમમાં મૂકીને ટ્રાફિકને બાનમાં લેનાર આવી ટોળીને પોલીસ કાયદાના બરોબર પાઠ ભણાવે તેવી માંગ ઉઠી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધૂમ બાઈકર્સ યુવાનોની ટોળી ભૂતકાળ મોરબી શહેરના જાહેર રોડ ઉપર બાઈક સ્ટંટનો જોખમી અખતરા કર્યા હતા. તે સમયે એક બે વીડિયો સામે આવ્યા બાદ સોશ્યલ સાઇટ ઉપર તપાસ કરતા આ બાઈકર્સ ટોળીના જીવની સટોસટ બાજી લગાવતા અનેક અખતરા કર્યા હોવાના વીડિયો જોવા મળ્યા હતા. જે તે સમયે આ મુદ્દે મામલો વધુ ગરમ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને ધૂમ બાઈકર્સ ટોળીને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારે હવે ફરી આ ધૂમ બાઈકર્સ ટોળીના સભ્યો અવનવા અખતરાના ખેલ માંડ્યા છે. આથી ફરી પોલીસને એક્શન મોડ ઉપર આવવાનો સમય પાકી ગયો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text