હળવદના ટીકર પંથકમાં અગરિયાઓની મહેનત પાણીમાં

- text


કમાણી છીનવાઈ જતા હવે અગરિયાઓ હળવદ નર્મદા નિગમની ઓફિસે ડેરાતંબુ તાણશે : ખેડૂતોની બકનળીએ મીઠું પકવતા અગરિયાઓની આખા વર્ષની કમાણી ઓગાળી નાખી

હળવદ : હળવદના ટીકર રણમાં મીઠું પકવતા અગરિયાઓને અગરમાં નર્મદા કેનાલના બકનળીના ધસમસતા પ્રવાહો ફરી વળતા અગરિયાઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે અને આખા વર્ષની કમાણી નર્મદાના પાણીમાં વહી જતા રોષે ભરાયેલા અગરિયાઓએ હળવદ નર્મદા નિગમની ઓફિસમાં ડેરાતંબુ તાણી ન્યાય મેળવવા લડત આપવા નક્કી કર્યું છે.

હળવદના ટીકર રણ વિસ્તારમાં કીડી સહિતના ગામોમાં મીઠાના અગર બનાવી અગરિયાઓ દ્વારા મીઠું પકાવવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે પરંતુ છેલ્લા વર્ષોમાં અહીં નર્મદા કેનાલમાંથી સિંચાઈ માટે પાણી મેળવતા ખેડૂતો દ્વારા બકનળીથી પોતાના ખેતરે પાણી પહોંચાડ્યા બાદ આવી બકનળી કાઢવામાં ન આવતા નર્મદા કેનાલના ધસમસતા પ્રવાહો છેકે અગરિયાઓને મીઠાના અગરમાં ઘુસી જતા તૈયાર મીઠું ઓગળી જવા પામ્યું છે.

વધુમાં માત્રને માત્ર અંતરિયાળ વનવગડામાં મીઠું પકાવવાની કામગીરી થકી રોજગારી મેળવતા અગરિયાઓ દ્વારા દેવા-કરજ કરીને મીઠાના અગર તૈયાર કરવામાં આવતા હોય છે અને હવે મીઠું પણ પાકીને તૈયાર થયું છે તેવા સમયે મોં સુધી આવેલો કોળિયો નર્મદા નિગમના અધિકારીઓ અને ખેડૂતોને કારણે છીનવાઈ જતા અગરિયા પરિવારો રોષે ભરાયા છે.

- text

વધુમાં આ ગંભીર બેદરકારી મામલે અગરિયા હિતોની રક્ષા કરતા આગેવાનો પણ ક્રોધિત બન્યા છે અને હવે આખા વરસની અગરિયાઓની મહેનત અને કામની ઉપર પાણી ફરી વળતા હળવદ ખાતે આવેલી નર્મદા નિગમની ઓફિસ ખાતે ડેરાતંબુ તાણી અગરિયા સમાજ બાળ બચ્ચા સાથે લડત આપવા તૈયારી શરૂ કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text