મોરબીની રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાની સફાઈ કરી ચકચકિત કરાઈ

- text


સાંજે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે પ્રતિમાને ફુલહાર કરાશે

મોરબી : આજે મહારાણા પ્રતાપની પુણ્યતિથિ હોવાથી રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાની સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યમાં રાજપૂત કરણી સેનાને સહકાર આપવા મોરબીના વોર્ડ નં. 4ના કોર્પોરેટર અગ્રેસર રહ્યા હતા. સાંજે મહારાણા પ્રતાપની મૂર્તિને ફુલહાર કરી પુણ્યતિથિ ઉજવવામાં આવશે.

મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિતે મોરબીની રાજપૂત કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાની સફાઈ કરવામાં આવી હતી. પ્રતિમાને સાંજે 4 વાગે ફુલહાર કરી પુણ્યતિથિ ઉજવવામાં આવશે. આ કામમાં મોરબીના વોર્ડ નં.4ના કોર્પોરેટર ગિરૂભા ઝાલા (તાવી)એ સહકાર આપ્યો હતો. તેઓ પ્રતિમાની સફાઈ માટે નગરપાલિકાની સફાઈ માટે ફાયરની ગાડી મોકલાવી મદદરૂપ બન્યા હતા. આ તકે રાજપૂત કરણી સેનાના શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા.તેમજ કોર્પોરેટર ગિરૂભા ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text