ફિટકાર : માનસિક અસ્થિર સગીરા ઉપર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી

- text


મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં એક શખ્સે આચરેલા કુકર્મના બનાવમાં સગીરાની માટે ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. જેમાં એક શખ્સે માનસિક અસ્થિર સગીરાને હવસનો શિકાર બનાવી હતી.આથી માનસિક અસ્થિર સગીરા ગર્ભવતી બની જતા આ શખ્સના કુકર્મનો ભાંડો ફૂટ્યો હતો. આથી તેની સામે ફિટકારની લાગણી વરસી છે.

- text

મોરબી તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક માનસિક અસ્થિરતાનો ભોગ બનેલી સગીરા ઉપર એક શખ્સે કુદ્રષ્ટિ કરીને તેણીને હવસનો શિકાર બનાવી હતી. આ શખ્સે વારંવાર સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આથી માનસિક રીતે અસ્થિર સગીરા ગર્ભવતી બની જતા આરોપીની રાક્ષસને પણ શરમાવે તેવી હેવાનીયતનો ભાંડો ફૂટી ગયો હતો. સગીરા ગર્ભવતી બની જતા આ ગંભીર મામલો ધ્યાને આવતા ભોગ બનનારની માતાએ આરોપી સામે દુષ્કર્મની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વિરલ પટેલ સહિતની ટીમે આ બનાવની તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text