મોરબી પોલીસે સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર જામનગરના વૃદ્ધના પરિજનોની શોધખોળ આદરી

- text


મોરબી : મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધાયેલ છે. જે અનુસાર મરણ જનાર આનંદરામ તુકારામ આપેકર પુરુષ ઉ.વ. ૭૦ રહેવાસી ધ્રોલ એસ.ટી.ડેપો બહાર ફૂટપાથ ઉપર તા.ધ્રોલ જી.જામનગર વાળો તા.૧૧/૦૧/૨૦૨૨ રોજ મોરબી સિવિલ હોસ્પીટલમાં મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ છે. મરણ જનારની લાશના વાલી વારસ મળી આવેલ નથી.

મરણ જનાર પુરૂષ ઉ.વ. ૭૦ વર્ષનો શરીરે મધ્યમ બાધાનો,રંગે ઘઉંવર્ણ,માથાના ભાગે ટૂંકા સફેદ વાળ તથા દાઢીના વાળ નાના સફેદ છે.આ મરણ જનારના વાલી વારસોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.એમ.ચાવડા મો.નં.૯૮૨૪૦૮૨૯૪૬ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલીફોન નંબરઃ- ૦૨૮૨૨-૨૩૦૧૮૮ નો સંપર્ક કરવા પોલીસ ઈન્સ્પેકટર મોરબી સીટી એ ડીવીઝનની યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text