મોરબીમાં કાલે આભની અટારીએ જામશે પંતગયુદ્ધ

- text


ઉત્તરાયણની છેલ્લી ઘડી સુધી પંતગ-દોરીની ધૂમ ખરીદી : મકરસંક્રાતિએ લોકો હજારો મણ ઉંઘીયું આરોગશે

મોરબી : મોરબીમાં નિર્દોષ ધમાલ મસ્તીના પર્વ ઉત્તરાયણને લઈને લોકોમાં અનેરો ઉમંગ-ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. આજે સવાર પડતાની સાથે તમામ અગાશીએથી આભની અટારીએ કાઇપો છે ની નિર્દોષ ધમાલ મસ્તી સાથે પતંગ યુદ્ધ જામશે. લોકો ઉત્તરાયણે આખો દિવસ અગાશીઓમાં જ મહેફિલ જમાવશે અને આખો દિવસ પરિવાર, મિત્રો સાથે પંગત ચગાવવાનો નિર્દોષ આનંદ માણશે. જો કે લોકોના આનંદની સજા પક્ષીઓને ન ભોગવવી પડે તે માટે સોશ્યલ મીડિયામાં જાગૃતિના મેસેજોનો મારો ચાલ્યો છે.

મોરબીમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે છેલ્લી ઘડી સુધી બજારોમાં ધૂમ ખરીદી થઈ હતી. જાતજાતની ચીકી, ઝીઝંરા, શેરડી, બોર, તલ-મમરાના લાડુ, વિવિધ જાતની પતંગો-દોરી, પીપૂડા, ફુગ્ગા, ટેડીબેરની વસ્તુઓ, કાર્ટૂન, માસ્ક સહિતની ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ હતી. અબાલવૃદ્ધ સહિત સૌ કોઈએ મનમૂકીને ખરીદી કરી હતી. એક અંદાજ મુજબ મોરબી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં 3 હજાર મણ ઝીઝંરા, 5 હજાર મણ શેરડી, 1500 મણ ચીકી અને 4 હજાર જેટલું ઉઘયું લોકો આરોગી જશે. જો કે ઉંઘીયાના ભાવમાં કશો જ ફરક પડ્યો નથી. 260 ની આસપાસ એક કિલો ઉંઘીયું, ઝીઝરા કિલોના 60 થી 70 રૂપિયા, 150 રૂપિયાની પાંચ કિલો શેરડી મળે છે.

- text

200 રૂપિયાની આસપાસ એક કિલો ચીકી મળે છે. માર્કેટમાં ખરીદીનો જોરદાર માહોલ જોવા મળ્યો હતો. મકરસંક્રાંતિએ ઉલ્લાસપૂર્વક લોકો પંતગ ચગાવશે. તેમજ મકરસંક્રાંતિએ દાન પુણ્યનું પણ ભારે મહત્વ હોવાથી વિવિધ ગોપ્રેમી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર મંડપ નાખીને દાન એકત્ર કરવામાં આવશે. જો કે ઉત્તરાયણ નિમિતે પંતગ દોરીનું આ વખતે 4 કરોડનું માર્કેટ છે. હમણાં છેલ્લે કોરોનાની સ્થિતિ વકરી હોવાથી પર્વમાં ભીડ ન થાય એટલે તંત્રએ સાવચેતીના પગલાં લીધા છે. જો કે આ પર્વ ઘરમેળે અગાશી પર ઉજવવાનું હોવાથી લોકોનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text