હળવદ : છેતરપીંડીના કેસમાં પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


 

હળવદ : હળવદ પોલીસ સ્ટેશનના છેતરપીંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી જીતેન્દ્ર પરસોત્તમભાઇ ખેતરીયા ઉ.વ.૪૦ રહે. રાજકોટ, ૧૫૦ ફૂટ રીંગરોડ, વિશ્વકર્મા સોસાયટી શેરી નં.૦૬ વાળાને રાજકોટ ખાતેથી પકડી પાડી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમને સફળતા મળેલ છે. આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. પોલાભાઇ ખાંભરા, તથા પો.હેડ.કોન્સ. વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, ચંન્દ્રકાંતભાઇ વામજા,જયેશભાઇ વાઘેલા તથા પો.કોન્સ. વિક્રમભાઇ કુગશીયા, ભગીરથસિંહ ઝાલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, રણવિરસિંહ જાડેજા, હરેશભાઇ સરવૈયા રોકાયેલ હતા.

- text