મોરબી-વાંકાનેરમાં ત્રણ મોબાઈલ શોરૂમમાં કસ્ટમના દરોડા

- text


મોરબીમાં મોબાઈલના બે વિક્રેતાઓ અને વાંકાનેરમાં એક સ્થળે તપાસનો ધમધમાટ

મોરબી : તાજેતરમાં ચાઇના મોબાઈલ કંપનીઓના વિક્રેતાઓને ત્યાં દેશ વ્યાપી દરોડા પડ્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં આજે મોરબી અને વાંકાનેરના ત્રણ મોટા મોબાઈલ શોરૂમમાં કસ્ટમ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા અન્ય મોબાઈલ વિક્રેતાઓમાં ફફડાટ મચી ગયો છે.

ટોચના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ આજરોજ બપોરના સમયે મોરબીના સુપર માર્કેટમાં આવેલ જય ટેલિકોમ અને બાપાસીતારામ ચોકમાં આવેલ સેલ્યુલર વર્લ્ડ નામના શોરૂમમાં કસ્ટમ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતા મોરબીના અન્ય મોબાઈલ ધંધાર્થીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

દરમિયાન મોરબીમાં બે સ્થળે દરોડાની કાર્યવાહીની સાથે સાથે કસ્ટમ રાજકોટની ટીમ દ્વારા વાંકાનેરમાં આવેલ મેહુલ ટેલિકોમ નામના મોટાગજાના શોરૂમમાં પણ દરોડાની કાર્યવાહી બપોરથી ચાલુ થયેલ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text