મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠકમાં વિકાસલક્ષી કામોને મંજૂરી અપાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક ચેરમેન જયંતીભાઇ ડી. પડસુંબીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત ભવનના સભાગૃહ ખાતે મળી હતી. જેમાં કારોબારી સમિતિના અન્ય સદસ્યો, સચિવ, જિલ્લા વિકાસ અધિકારી તથા શાખાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિકાસલક્ષી કામોને વેગ આપવા માટે હળવદ-કડીયાણા-માથક-વાંકાનેર રોડનું કામ, માળિયા તાલુકાના સરવડ ગામે કે.જિ.બી હોસ્ટેલ નજીક બોક્સ સેલના બાંધકામ તથા ટંકારા, વવાણીયા, જુના ઘાટીલા ગામે ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરના બાંધકામ માટેના કામોના ટેન્ડરોને મંજૂરી આપવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text