મોરબીમાં મકરસંક્રાંતિ નિમિત્તે સગર્ભાઓને ન્યૂટ્રિશિયન કીટનું વિતરણ કરાયું

- text


દાતાઓના સહકારથી 1 કિલો અડદિયા, 1 કિલો ખજુરની 100 કીટ વિતરણ કરવામાં આવી

મોરબી : મોરબીમાં મકરસંક્રાંતિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ ખાતે સગર્ભા સ્ત્રીઓ,એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ માટે ન્યૂટ્રિશિયન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં 1 કિલો અડદિયા અને 1 કિલો ખજુરની 100 કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.આ કીટ માટે અનેક દાતાઓએ અનુદાન કર્યું હતું.

મકરસંક્રાંતિ નિમિત્તે સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે સગર્ભા સ્ત્રીઓ,એચ.આઈ.વી સાથે જીવતી સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ માટે ન્યૂટ્રેશન કીટ જેમાં 1કિલો અડદિયા અને 1 કિલો ખજુરની 100 કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમ માટે પ્રોત્સાહન જી.એસ.એન.પી.પ્લસ દ્વારા ચલાવવામાં આવતા શ્વેતના પ્રોજેક્ટના સ્ટેટ ડાયરેક્ટર સુનિલભાઈ ગોસ્વામી તેમજ પ્રોજેક્ટ મેનેજર નિકીતાબેન રાણા દ્વારા આપવામાં આવેલ હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ફિલ્ડ કોડિનેટર રાજેશભાઈ લાલવાણી તેમજ પ્રોગ્રામ ઓફીસર પિયુષભાઈ પદમણી દ્વારા જહેમત કરવામાં આવેલ હતી. તેમજ કાર્યક્રમમાં માર્ગદર્શન ટી.ડી.ઓ કમલેશભાઈ પરમાર અને ડિસ્ટ્રિક્ટ સુપરવાઇઝર દિપકભાઈ મકવાણા દ્વારા આપવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં બહેનો માટે જે કિટ આપવામાં આવેલ હતી.તે કીટનું અનુદાન દાતાઓ દ્વારા આપવામાં આવેલ હતું.જેમાં શેખર ભાઈ આદ્રોજા(મેટ્રોપોલ સિરામિક),અંકુરભાઇ રાણપરા(સમ્રાટ જ્વેલર્સ),સાગરભાઇ ઠાકર(સિમોજા સીરામીક),સુભાષભાઈ મહેશ્વરી(મેડિકલ સ્ટોર),ભાવેશભાઈ મણિયાર(ક્રિષ્ના કલર),ઉદય સિંહ જાડેજા(એડવોકેટ),હિતેશભાઈ રાણપરા(રાધે જ્વેલર્સ),જગદીશભાઈ તલસાણીયા (દરિયાલાલ ઈલેક્ટ્રીક),શકિતભાઈ મુલીયા દ્વારા આ કીટનું અનુદાન આપવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં સી.ડી.એચ.ઓ જયેશભાઈ કતીરા,સીવીલ હોસ્પિટલ અધિક્ષક ડૉક્ટર પ્રદીપભાઈ દુધરેજીયા,એ.આર.ટી મેડિકલ ઓફિસર દિપ્તીબેન તલસાણીયા,એ.આર.ટી મેડિકલ ઓફિસર દિશાબેન પાડલીયા,ડિસટીક પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોશી,રઘુભાઈ ગડારા,અજયભાઈ લોરીયા,ઠાકરશી બાપા (સિમ્પોલો સીરામીક),વિજયભાઈ (અનમોલ પ્રોજેક્ટ),ભાવસરભાઈ,કિરણબેન ઠાકર,મુનાભાઈ (સીમોરા સિરામિક),હિતેષભાઈ ભાવસર,મુરજીભાઈ પટેલ જસમતગઢ તેમજ મહાનુભાવો આ કાયૅક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.તથા સેવાકીય કામની સરાહના કરેલ હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text