મોરબી-હળવદ હાઇવે ઉપર દવાખાનેથી પરત જતા દંપતીને ટ્રેઇલરે હડફેટે લીધું

- text


અકસ્માત સર્જાયા બાદ ટ્રેઇલર ચાલકે માનવતા દાખવી ઘાયલને દવાખાને પહોંચાડ્યા

મોરબી : મોરબી – હળવદ હાઇવે ઉપર ગઈકાલે બપોરે હળવદથી મોરબી દવા લેવા આવેલ દંપતીના બાઇકને ટ્રેઇલર ચાલકે ઠોકર મારતા દંપતી ઈજાગ્રસ્ત થયું હતું. જો કે અકસ્માતોની અન્ય ઘટનાઓથી વિરુદ્ધ આ કિસ્સામાં ટ્રેઇલર ચાલક અકસ્માત સર્જ્યા બાદ નાસી છૂટવાને બદલે દંપતીને લઈ દવાખાને પહોંચ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા બળદેવભાઇ ગણેશભાઇ પરમારના પત્ની ભગવતીબેનને ખંભામાં દુખાવો થતો હોય મોરબીની ખાનગી હોસ્પિટલમાં દવા લેવા આવ્યા હતા જ્યાંથી પરત જતી વખતે મોરબી -હળવદ હાઇવે ઉપર ઘુટુ ગામથી આગળ ટ્રેઇલર રજીસ્ટ્રેશન નંબર જી.જે-૧૨ બી.ડબલ્યુ ૮૧૦૨ના ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારતા દંપતી રોડ ઉપર પટકાતા બળદેવભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જયારે ભગવતીબેનને જમણા પગે ફેકચર જેવી ઇજાઓ થઇ હતી.

અકસ્માતની ઘટના બનતા જ ટ્રેઇલર ચાલકે ટ્રેઇલર ઉભું રાખી દઈ 108 મારફતે દંપતીને દવાખાને પહોચાડ્યું હતું. આ બનાવ અંગે બળદેવભાઈએ ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text