મોરબીથી રાજકોટ વિદેશી દારૂ પહોંચે તે પહેલા જ ટંકારા પોલીસે 86 બોટલ દારૂ ઝડપ્યો

- text


રાજકોટના બે શખ્સોની વિદેશીદારૂની ખેપ અધૂરી રહી : સીએનજી રીક્ષા સહીત 61,600નો મુદામાલ જપ્ત

ટંકારા : મોરબીથી વિદેશીદારૂનો જથ્થો રાજકોટ પહોંચે તે પહેલા જ ટંકારા પોલીસે લજાઈ ચોકડી નજીક સીએનજી રીક્ષા આંતરી લઈ બે શખ્સોને વિદેશીદારૂની 86 બોટલ અને રીક્ષા સહીત રૂપિયા 61,600ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ જાડેજા અને હિતેષભાઇ ચાવડાને મળેલી બાતમીને આધારે ગઈકાલે લજાઈ ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવી વાહન ચેકીંગ કરતા સીએનજી રીક્ષા નંબર GJ-03-BU-2301માં રાજકોટ ગાંધીગ્રામના તેજસ ઉર્ફે લાલો જયંતિલાલ જીવરાજાણી અને રાજકોટ જંગલેશ્વરમાં રહેતા ઋત્વિક ચંદ્રેશભાઈ ઘઘડાના કબ્જામાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડની 78 બોટલ અને રોયલ ચેલેન્જ બ્રાન્ડની આઠ બોટલ મળી કુલ રૂ.26,600ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

વધુમાં પોલીસે આ મામલે રૂપિયા 35,000ની સીએનજી રીક્ષા પણ કબ્જે કરી કુલ રૂપિયા 61,600ના મુદામાલ સાથે રાજકોટના બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text