મકરસંક્રાતિ દરમિયાન સલામતી જાળવવા મોરબી પીજીવીસીએલની અપીલ

- text


 

મોરબીઃ મકરસંક્રાતિ પર્વની સલામતી પૂર્વક ઉજવણી થાય તે માટે તેમજ પતંગ ઉડાડતી વખતે કોઈ જાનહાનિ ન થાય તે માટે મોરબી પીજીવીસીએલ દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.

- text

મોરબી પીજીવીસીએલ દ્વારા જણાવાયું છે કે, પતંગનો માંજો બવાવતી વખતે વિજવાહક પદાર્થ ન વાપરવા તથા પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવતી અને વિજવાહક મટીરીયલ્સનો ઉપયોગ થતો હોય તેવી પતંગો (જર્મન સિલ્વર પતંગ) બાળકો દ્વારા ન વાપરવામાં આવે તેનું ધ્યાન રાખીએ. બાળકો પતંગ કે તેના દોરા વીજવાયર કે વીજ થાંભલામાં ભરાય ત્યારે તેને ખેંચે નહીં, પતંગને વીજ થાંભલા પર ચડીને ન કાઢે તેમજ લંગરીયા ન નાખે તેની તકેદારી રાખવી. પતંગ ઉડાડતી વખતે બાળકો મેગ્નેટીક ટેપનો ઉપયોગ પૂંછડી કે દોરીમાં બિલકુલ ન કરે તેનું ધ્યાન રાખીએ. કેમ કે મેગ્નેટીક ટેપ વીજવાહક હોવાથી વીજવાયરને અડે તો બાળકને વીજશોક લાગે અને અકસ્માત થાય તેમજ અગાશી ઉપર પતંગ ઉડાડતી વખતે નજીકમાંથી પસાર થતી વીજ લાઈનના સંપર્કમાં ન આવી જવાય તેની તકેદારી રાખીએ. વીજ વાયરમાં ફસાયેલ પતંગને બાળકો વાંસના બાંબુ કે લોખંડના સળીયા અથવા અન્ય કોઈપણ પ્રકારના સાધનો દ્વારા કાઢવાનો પ્રયત્ન ન કરે તેની તકેદારી રાખીએ. ચાઈનીઝ બનાવટના દોરામાં મેગ્નેટીક વીજવાહક પદાર્થ વપરાયેલો હોય છે, તો આવા દોરા બિલકુલ ન વપરાય તેનું ધ્યાન રાખીએ. રાત્રીના અંધારામાં ફાનસ/ગુબારો વીજવાયરોમાં ન ફસાય તેની પણ કાળજી રાખીએ.

- text