હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા કોરોના પોઝિટિવ

- text


બે દિવસથી તાવ-શરદી થતા ખાનગીમાં ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા : હોમ આઇસોલેટ

મોરબી : હળવદ -ધ્રાંગધ્રા મત વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાને છેલ્લા બે દિવસથી શરદી-તાવ થયા બાદ ખાનગીમાં કોરોના ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવતા હાલ હોમ આઇસોલેટ થયા છે. નોંધનીય છે કે ધારાસભ્ય સબરીયાએ કોરોના વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતાં કોરોના વળગ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ-ધ્રાંગધ્રા મત વિસ્તારના મોરબી રહેતા ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાને છેલ્લા બે દિવસથી શરદી-તાવ થતા ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં પોઝિટિવ રિપોર્ટ આવતા આજે સવારે તેઓએ સોશિયલ મીડિયા ઉપર પોતે કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જણાવી તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ રિપોર્ટ કરાવી લેવા સલાહ આપી હતી.

નોંધનીય છે કે, બે દિવસ પૂર્વે ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા કલેકટર કચેરી ખાતે મળેલી રીવ્યુ બેઠકમાં હાજર રહ્યા હતા અને કલેકટરની નજીક જ બેઠા હતા. આજે તેઓ કોરોના પોઝિટિવ આવ્યા છે અને તેમની પૌત્રીને પણ તાવ આવતો હોય કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો છે. હાલમાં ધારાસભ્ય સાબરીયા હોમ આઇસોલેટ થયા છે અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને પણ હોમ કોરેન્ટાઇન થવા તેઓએ અપીલ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text