હળવદમાં સરા રોડ ઉપર કુદરતી તળાવને બુરી નાખવા પેરવી

- text


તળાવમાં બેફામ ઠાલવાતો કચરો – ગંદકી : જાગૃત નાગરિક દ્વારા ચીફ ઓફિસરને રજુઆત

હળવદ : હળવદ શહેરના આંબેડકરનગર વિસ્તારમાં આવેલ તળાવમાં પાછલા ઘણા સમયથી ગેરકાયદેસર રીતના બુરાણ કરી કબજો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ બાબતે હળવદના જાગૃત યુવાને હળવદ નગરપાલિકા કચેરીએ રજૂઆત કરી તળાવમાં ગેરકાયદેસર દબાણ કરી કબજો કરનાર શખ્સો સામે યોગ્ય કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે.

હળવદ શહેરના બસ સ્ટેશન પાછળ રહેતા જીતેન્દ્રભાઈ રાઠોડ એ હળવદ પાલિકા ચીફ ઓફિસરને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે હળવદ સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં વર્ષો જૂના તળાવમાં ગેરકાયદેસર રીતે સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા શહેરમાં ચાલતાં સીસી રોડના કામકાજમાં થતું ખોદકામ આ તળાવમાં નાખવામાં છે અને તળાવનું બુરાણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ હાલમાં જે તળાવનો હિસ્સો બુરાણ થયેલ છે તેના ઉપર બિનઅધિકૃત રીતે કબજો પણ કરવામાં આવી રહ્યો છે.

જોકે જાગૃત યુવાને અગાઉ પણ હળવદ નગરપાલિકાને રજૂઆત કરી હોય પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવતા તળાવનું પુરાણ કરતાં શખ્સોની હિંમત માં વધારો થયો છે.
જીતેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આ તળાવ વર્ષો જૂનું તળાવ છે, હળવદની મધ્યમાં આવેલું છે અને નગરપાલિકાની જાહેર મિલકત છે તેણે જાળવણી કરવી અને ચોખ્ખું રાખવું એ હળવદ પાલિકાની ફરજ છે. હાલ રાજ્ય સરકાર તળાવ બ્યુટીફીકેશન માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે જ્યારે આ તળાવમાં કચરો નાખવાનો જાણે પરવાનો આપી દીધો હોય એવું લાગી રહ્યું છે.

- text

રજુઆતના અંતે જણાવાયું છે કે, આવતા દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા તળાવમાં કચરો નાખતા શખ્સો તેમજ ગેરકાયદેસર કબજો જમાવતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પણ કરવાની તૈયારી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા તંત્ર ક્યારે જાગે છે?


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text