મોરબીમાં શીતલહેર : ગરમ વસ્ત્રોમાં કેદ છતાં જનજીવન ધ્રુજી ઉઠ્યું

- text


હાડ થિજાવતી ટાઢ ઉડાવવા માટે લોકો તાપણાના સહારે

મોરબી : મોરબીમાં હમણાંથી કાતિલ ઠંડીએ હાજા ગગડાવી દીધા છે. રીતસર શીતલહેર જેવી સ્થિતિ સર્જાતા ગરમ વસ્ત્રોમાં કેદ હોવા છતાં જનજીવન ધ્રુજી ઉઠ્યું છે અને હાડ થિજાવતી ટાઢ ઉડાવવા માટે લોકો તાપણાના સહારે આવી ગયા છે. ઠંડીને લીધે આજે સોમવારે ઉઘડતી બજારે પણ બજારમાં ઘણી જ ચહલ પહલ ઓછી જોવા મળી હતી.

મોરબીમાં થોડા દિવસ પહેલા થયેલા માવઠાથી વાતાવરણને ગંભીર અસર પહોંચી છે અને એકદમ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાત્રે તો ઠીક દિવસે પણ હાડ થિજાવતી ટાઢનો અહેસાસ થાય છે. પરિણામે આખો દિવસ લોકોને ગરમ વસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડી છે. જો કે ઠંડીનું એટલું બધું જોર વધ્યું છે કે તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી ગયો છે અને 9 ડીગ્રી સુધી પહોંચી ગયો છે એટલે હાલ પોષ માસની કડકડતી ટાઢથી લોકો થીજી ગયા છે.

ઠંડીને કારણે જનજીવન ખાસ્સું પ્રભાવિત થયું છે અને રાત પડતાની સાથે લોકો ઘરમાં કેદ થઈ જાય છે. આથી રાત્રે સ્વંયભુ કરફ્યુ હોય તેવી સ્થિતિ છે. દિવસે પણ ટાઢ લાગતી હોય લોકો કામ સિવાય બહાર નીકળવાનું ટાળે છે જેમાં આજે સોમવારે ઉઘડતી બજાર હોવા છતાં લોકો ઓછા પ્રમાણમાં જોવા મળ્યા હતા. ખાસ કરીને ઠંડીની આ મોસમમાં ગરમ વસ્તુઓમાં તડાકો પડી ગયો છે. અદડીયા, તલ, મમરાના લાડુ,જાત-ભાતની ચીકી, ઝીઝરા, ફળો સહિતની ગરમ વસ્તુઓનો લોકો ભરપૂર આનંદ માણી રહ્યા છે. સાથેસાથે ઘણા લોકો વહેલી સવારે વ્યાયામ કરીને શરીરને મજબૂત બનાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text