મોરબીના યુવકે રાષ્ટ્રિય કક્ષાના ઇન્ડિયન મીલીટરી એકેડેમીનો ટ્રેનિંગ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન કર્યો

- text


મોરબી : મોરબીમાં મહેન્દ્રસિંહ કૉલેજના વિદ્યાર્થીએ રાષ્ટ્રિય કક્ષાના ઇન્ડિયન મીલીટરી એકેડેમીનો ટ્રેનિંગ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન કર્યો હતો.

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહેન્દ્રસિંહ સાયન્સ કૉલેજના NCCના કંપની ક્વાર્ટર માસ્ટર અને કોમર્સ કૉલેજના વિદ્યાર્થી ચિરાગ કરોત્રા રાષ્ટ્રિય કક્ષાએ ઇન્ડિયન મીલીટરી એકેડેમી, દેહરાદૂન ખાતે સફળતાપૂર્વક ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કરેલ છે. તેમને સર્વોદય એજ્યુકેશન સોસાયટીના તમામ હોદેદારો તેમજ આર્ટસ કોમર્સ અને સાયન્સ કૉલેજના તમામ સ્ટાફ તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ છે.

- text

- text