મોરબીમાં રેવન્યુ વકિલ મંડળના પ્રમુખ દ્વારા જન્મદિવસ નિમિત્તે વૈદિક યજ્ઞ સમિતિને અનુદાન

- text


મોરબી : મોરબીમાં રેવન્યુ વકિલ મંડળ – મોરબીના પ્રમુખે નિયમિત યજ્ઞ થાય તે માટે વૈદિક યજ્ઞ સમિતિને ધનરાશિ અર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી.

જન્મદિવસ એટલે જીવનનું એક વર્ષ ઓછું થવું. હાલમાં કોરોના કાળમાં સમગ્ર વિશ્વ સ્વાસ્થ્યના અનેક પ્રશ્નો સામે ઝઝુમી રહ્યું છે ત્યારે શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગ અને યજ્ઞ જરૂરી છે. ઘી, ગૂગળ, કપૂર જેવી જડીબુટ્ટીથી નિયમિત યજ્ઞ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. જેને ધ્યાનમાં રાખી પતંજલિ યોગ સમિતિ, મોરબીના યુવા પ્રભારી અને રેવન્યુ વકીલ મંડળના પ્રમુખ સંજયભાઈ રાજપરાએ 10મી જાન્યુઆરીએ તેમના જન્મદિવસ નિમિત્તે લીલાપર (કેનાલ) રોડ ઉપરના રામકો બંગલોમાં આવેલ વૈદિક યજ્ઞ શાળામાં કે જ્યાં નિયમિત યજ્ઞ કરવામાં આવે છે. ત્યાં યજ્ઞ કરી દરેક જગ્યાએ નિયમિત યજ્ઞ થાય તે માટે વૈદિક યજ્ઞ સમિતિને ધનરાશિ અર્પણ કરી પ્રેરણાદાયી જન્મદિવસની ઉજવણી કરી હતી.

આ તકે તેમણે આહવાન કર્યું હતું કે આગામી ૧૨મી જાન્યુઆરીએ ભારત વર્ષના એવા મહાપુરુષનો જન્મદિવસ છે કે જેમણે વર્ષો પહેલા વિદેશની ધરતી પર ધર્મસભા સંબોધી ભારત દેશની મહાનતાનો સંદેશો સમગ્ર વિશ્વને આપ્યો હતો. એવા સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ જેને “યુવા દિન” તરીકે ઉજવવામાં આવે છે. તેમના જીવનમાંથી પ્રેરણા લઇ સમાજ અને રાષ્ટ્ર માટે કંઇ કરી છુટવા હરહંમેશ તૈયાર રહીએ. આ તકે વૈદિક યજ્ઞ પ્રચાર સમિતિ વતી નરશીભાઈ અંદરપા (યોગ ગુરૂ) એ તેમને લાંબુ અને નિરોગી આયુષ્યની અને રાષ્ટ્રના ઉત્થાન માટે કાર્ય કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text