મણીમંદિરે પાસે ગેરકાયદે દબાણ દૂર ન થાય તો લેન્ડ ગ્રેબીગ હેઠળ કાર્યવાહી : પાલિકાએ નોટિસ ફટકારી

- text


મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે દબાણકારો સામે લાલ આંખ કરી

મોરબી : મોરબીના મણીમંદિરે પાસે ગેરકાયદે દબાણ ખડકાયાની હેરિટેજ બચાવ સમિતિએ કલેકટરને રજુઆત કરી છે ત્યારે બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરે દબાણકારો સામે લાલ આંખ કરીને નોટિસ ફટકારી છે. જો આ દબાણ દૂર નહિ કરાઈ તો દબાણકારો સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ કાર્યવાહી કરવાની નગરપાલિકા ચેતવણી આપી છે.

હેરિટેજ બચાવ સમિતિના નેજા હેઠળ કાજલ હિન્દુસ્તાની અને કમલ દવે સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટર લેખિત રજુઆત કરવામાં આવી હતી કે, મોરબી ખાતે ૧૦૦ વર્ષથી પણ વધારે સમય જૂનું હેરીટેઝ સ્મારક મણી મંદિર આવેલ છે. આ મણી મંદિરની બાજુમાં તાલુકા પંચાયત કચેરી પાસે ગેરકાયદે દબાણ ખડકાયેલું છે. આ દબાણને દૂર કરવાની માંગ કરી હતી.જેના પગલે કલેકટરે યોગ્ય કાર્યવાહીના નિર્દેશો આપ્યા છે.

- text

બીજી તરફ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે દબાણકર્તાને નોટિસ ફટકારી છે. જેમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની તાકીદ કરી આ અંગે ત્રણ દિવસમાં પાલિકાને જાણ કરવા જણાવ્યું છે અને આ દબાણ દૂર ન કરાઇ તો નગરપાલિકા જે તે દબાણકર્તા સામે લેન્ડ ગ્રેબીગ હેઠળ કાર્યવાહી કરશે તેમ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text