મોરબી જિલ્લામાં કોરોના બ્લાસ્ટ : 4 બાળકો સહિત 51 લોકોના રિપોર્ટ પોઝિટિવ

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોના બ્લાસ્ટ થયો છે. જેમાં જિલ્લામાં એક સાથે નવા 51 કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સામે આજે 12 દર્દીઓ સાજા પણ થયા છે.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમાં આજે જિલ્લામાં 1449 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 51 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વિસ્તાર પ્રમાણે જોઈએ તો મોરબી શહેરમાં 25, મોરબી ગ્રામ્યમાં 19, વાંકાનેર ગ્રામ્યમાં 1, વાંકાનેર શહેરમાં 1, ટંકારા ગ્રામ્યમાં 2 અને માળિયા ગ્રામ્યમાં 3 કેસ નોંધાયા છે. આ સાથે મોરબી શહેરમાં 11 અને માળિયામાં 1 મળી કુલ 13 દર્દીઓ સાજા પણ થયા છે.

- text

અત્યાર સુધીની વિગતો જોઈએ તો મોરબી જિલ્લામાં આજ સુધી 4,49,047 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી આજ સુધી 6753 લોકો પોઝિટિવ આવ્યા છે. આજ સુધી 6205 લોકો સાજા થયા છે. હાલ જિલ્લામાં 207 કેસ એક્ટિવ છે.

- text