મોરબી જિલ્લામાં કાલે મંગળવારે 215 સ્થળોએ વેક્સિનેશન

- text


 

મોરબી: કોરોનાને નાથવા જિલ્લાભરમાં સઘન પ્રયત્નો થઇ રહ્યા છે. ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં રસીકરણની કામગીરી થઇ રહી છે.ત્યારે આવતીકાલે મંગળવારે અલગ-અલગ 215 સ્થળોએ વેક્સિન આપવામાં આવશે.

- text

જે અંતર્ગત મોરબી તાલુકામાં 57,માળીયા તાલુકામાં 19, વાંકાનેર તાલુકામાં 63, ટંકારા તાલુકામાં 29 તેમજ હળવદ તાલુકામાં 47 સ્થળે રસીકરણ કેમ્પ યોજાશે. રસી લેવામાં બાકી તમામ લોકોને આ કેમ્પમાં વેક્સિન મુકાવી લેવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરાઇ છે.

- text