હળવદ માળીયા હાઇવે ઉપર ટ્રક – ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં ટ્રેક્ટરના બે ફાડીયા

- text


રણજિતગઢ ગામેથી કપાસ ભરીને આવતા ટ્રેક્ટરને ટ્રકે હડફેટે લીધું : સદભાગ્યે જાનહાની નહિ

હળવદ : હળવદ માળીયા હાઇવે ઉપર કંસારી હનુમાનજી મંદિર નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકે કપાસ ભરેલા ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટરના બે ફાડીયા થઈ ગયા હતા. સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા હળવદ હાઇવે ઉપર કંસારી હનુમાનજી મંદિર નજીક રણજીતગઢ ગામેથી કપાસ ભરીને આવતા ટ્રેક્ટરને આઇસર ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારતા ટ્રેકટરના બે ફાડીયા થઈ ગયા હતા અને ટ્રેક્ટરની ટ્રોલી પલટી મારી ગઈ હતી.

અકસ્માતની ઘટનાની જાણ થતાં રોડ ઉપર વાહન વ્યવહાર થંભી ગયો હતો અને લોકોના ટોળે ટોળા સ્થળ ઉપર ઉમટી પડયા હતા. જો કે, સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text