જુના ઘુંટુ રોડ પરની ફેકટરીમાં વહેલી સવારે આગ ભભૂકી

- text


ફાયર બ્રિગ્રેડની સતત જહેમતના અંતે આગ અઢી કલાકે કાબુમાં આવી

મોરબી : મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલી એક ફેકટરીમાં આજે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવની જાણ થતાં મોરબીથી ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને સતત જહેમત ઉઠાવતા આગ અઢી કલાકે સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ હતી.

- text

મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગ પાસેથી આગની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલી આપેલ બાથવેર નામની ફેકટરીના જનરેટરમાં આજે વહેલી સવારના 4 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર આગ લાગી હતી. આ ફેકટરીમાં આગ લાગ્યાની જાણ થતાં તુરતજ મોરબીથી ફાયર બ્રિગ્રેડ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ ઓલાવવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો, ફાયર બ્રિગ્રેડ વિભાગની સતત મહેનતના અંતે આ ફેકટરીમાં લાગેલી આગ સવારે 6-20 વાગ્યે એટલે અઢી કલાકે કાબુમાં આવી ગઈ હતી.સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text