મોરબી જિલ્લામાં કાલે સોમવારથી કોરોના બુસ્ટર ડોઝ

- text


આરોગ્ય કર્મચારી, ફ્રંટ લાઇન કોરોના વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના લોકોને ત્રીજો ડોઝ અપાશે
બીજા ડોઝના 9 મહિના પુરા કરનાર કુલ 9500 થી વધુ લોકોને વેક્સીનનો પ્રીકોશન ડોઝ અપાશે.

મોરબી : હમણાંથી કોરોનાના કેસો ઉતરોતર વધી રહ્યા છે. ત્યારે મોરબી જીલ્લામાં આવતીકાલે તા.10થી હેલ્થ કેર વર્કર્સ, ફ્રંટ લાઇન વર્કર્સ અને 60 વર્ષ થી વધુ વય ના કો–મોર્બીડીટી ધરાવતા નાગરિકોને કોરોના વેક્સીનનો બુસ્ટર ડોઝ એટલે કે પ્રીકોશન ડોઝ (ત્રીજો ડોઝ) આપવાની શરુઆત થશે.બીજા ડોઝના 9 મહિના પુરા કરનાર આવા કુલ 9500 થી વધુ લોકોને વેક્સીનનો પ્રીકોશન ડોઝ અપાશે.

કોવીડ–19ની ત્રીજી લહેર સામે રક્ષણના ભાગરુપે કોરોનાથી બચવા માટે કોરોના વેક્સીન ખુબ જ અગત્યની છે. સરકારની સુચના મુજબ સમગ્ર ભારત દેશમા અને ગુજરાત રાજ્યમા આવતીકાલ તા.10થી હેલ્થ કેર વર્કર્સ ફ્રંટ લાઇન વર્કર્સ અને 60 વર્ષ થી વધુ વય ના કો – મોર્બીડીટી ધરાવતા નાગરિકોને કોરોના વેક્સીનનો પ્રીકોશન ડોઝ (ત્રીજો ડોઝ) આપવાની શરુઆત થનાર હોઇ મોરબી જિલ્લામાં પણ આવતીકાલથી પ્રીકોશન ડોઝ (ત્રીજો ડોઝ) આપવાની શરુઆત થશે. જેના અનુસંધાને વિવિધ મુદ્દાઓને ધ્યાને રાખીને સમગ્ર જીલ્લામાં પ્રીકોશન ડોઝ ( ત્રીજો ડોઝ ) આપવાની કામગીરી હાથ ધરવામા આવનાર છે. જેમાં હેલ્થ કેર વર્કર્સ , ફ્રંટ લાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના કો – મોર્બીડીટી ધરાવતા નાગરિકોએ કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધો હોય તે તારીખથી 9 મહીના બાદ અથવા 39 અઠવાડીયા બાદ પ્રીકોશન ડોઝ (ત્રીજો ડોઝ) લેવા માટે પાત્ર થશે.

હેલ્થ કેર વર્કર્સ, ફ્રંટ લાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના કો-મોર્બીડીટી ધરાવતા નાગરિકોને કોરોના વેક્સીનનો પ્રથમ અને બીજો ડોઝ જે વેક્સિનનો લીધો હોય તે જ વેક્સિનનો પ્રિકોશન ડોઝ (ત્રીજો ડોઝ) આપવામાં આવશે. 60 વર્ષથી વધુ વયના કો-મોર્બીડીટી ધરાવતા નાગરિકોએ ડોક્ટરની સલાહ અનુસાર પ્રિકોશન ડોઝ (ત્રીજો ડોઝ) લેવાનો રહેશે. આ માટે તેઓને ડોક્ટરના કોઇપણ પ્રકારના સર્ટીફીકેટની આવશ્યકતા રહેશે નહી.

- text

હેલ્થ કેર વર્કર્સ , ફ્રંટ લાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના કો-મોર્બીડીટી ધરાવતા નાગરિકો કોરોના વેક્સીન નો પ્રિકોશન ડોઝ (ત્રીજો ડોઝ ) જીલ્લાના દરેક સરકારી આરોગ્ય સંસ્થા ખાતેની કોરોના રસીકરણની સેશન સાઇટ પરથી વિનામુલ્યે મેળવી શકશે. તા.10થી ઉપરોક્ત કેટેગરીમા આવતા અને પાત્રતા ધરાવતા તમામ લોકો કોરોના વેક્સીન નો પ્રિકોશન ડોઝ (ત્રીજો ડોઝ ) cowin પોર્ટલ પરથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઇને અથવા રસીકરણ સ્થળ પર ઓનસાઇટ રજીસ્ટ્રેશન દ્વારા એમ કોઇ પણ રીતે મેળવી શકશે.

9 મહિના બીજા ડોઝના પુરા થાય છે એવા ફ્રન્ટ લાઈન વર્કર 3300, હેલ્થ કેર વર્કર્સ 2800 અને 60 થી વધુ ઉંમરના 3400 થી વધુ મળીને કુલ 9500 જેટલા લોકોને કાલથી ત્રીજો ડોઝ આપવાનું શરૂ થશે. આથી મોરબી જીલ્લાના કોરોના વેક્સીનના પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા તમામ હેલ્થ કેર વર્કર્સ, ફ્રંટ લાઇન વર્કર્સ તેમજ 60 વર્ષ થી વધુ વય ના કો – મોર્બીડીટી ધરાવતા નાગરિકો ને કોરોના વેક્સીન નો પ્રિકોશન ડોઝ (ત્રીજો ડોઝ ) લેવા માટે હીરાભાઇ ટમારિયા, માન. ચેરમેન આરોગ્ય સમિતિ, જીલ્લા પંચાયત-મોરબી તથા ડો. જે. એમ. કતિરા-મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી મોરબી તેમજ ડો. વિપુલ કારોલીયા-જીલ્લા આર. સી. એચ. અધિકારી જીલ્લા પંચાયત મોરબી દ્વારા અપીલ કરવામાં આવે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text