હળવદના રાયસંગપુરમાં રોડનું કામ સરખું કરવાનું કહેતા કોન્ટ્રાક્ટરે માતા – પુત્રને માર માર્યો

- text


અગાઉ કોન્ટ્રાક્ટરે ફરિયાદ કર્યા બાદ વળતી ફરિયાદ નોંધાઈ

હળવદ : હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રસ્તાના કામમાં ખાડો રહી જતા રોડ સરખો બનાવવાનું કહેનાર યુવાન અને તેમની માતાને કોન્ટ્રાક્ટરે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હોય જેમાં ગત તા. 18ના રોજ ફરિયાદી વિનોદભાઇ ઉર્ફે ટીનાભાઇ કાનજીભાઇ ચૌહાણે પોતાના ઘર નજીક ખાડા રહી ગયા હોય તેમના માતાએ રોડ સરખો બનાવવા કહેતા મયુરનગર ગામના રોડ કોન્ટ્રાકટર દીનેશભાઇ પ્રેમજીભાઇ તથા કુલદીપભાઇ દીનેશભાઇએ માતાપુત્ર સાથે ઝઘડો કરી ગાળો આપી લાકડી અને લોખંડના પાઇપ વડે માર માર્યો હોવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) ,૧૧૪ તથા જી.પી એકટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text