મોરબી વાવડી રોડ ઉપર કિશોરને ઇકો ચાલકે ઉલાળ્યો : આંખમાં ઇજા

- text


મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ નજીક પગપાળા જતા કિશોરને અજાણ્યા ઇકો ચાલકે હડફેટે લઈ ઉલાળતા કિશોરની આંખમાં અને શરીરના અન્ય ભાગોએ ઇજા પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર કબીર આશ્રમ નજીક પગપાળા જતા અનિલ કિશોરભાઈ મકવાણાને નંબર વગરની ઇકો કારના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં અનિલને આંખમાં ઇજા પહોંચવાની સાથે શરીર પણ ઇજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જ્યા બાદ ઇકો ચાલક નાસી છુંટતા અનિલના પિતા કિશોરભાઇ અમરશીભાઇ મકવાણાએ નંબર વગરના ઇકો ચાલક વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૩૭ તથા એમ.વી. એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text