ભારે કરી ! મોરબીમાં ચોર આખેઆખું આઈવા ડમ્પર ચોરી ગયો

- text


પાંચ લાખનું આઈવા ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીમાં ફાટીને ધુમાડે ગયેલ વાહનચોર ગેંગ ટૂ વ્હીલ, થ્રી વ્હીલ વાહન બાદ હવે આખેઆખો મસ મોટો ટ્રક ઉપાડવામાં પણ પાછી પાની કરતા ન હોય તેમ મોરબીની પ્રભુકૃપા ટાઉનશીપ નજીકથી પાંચ લાખની કિંમતનો આઈવા ટ્રક ઉપાડી જતા પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ કચ્છના વતની અને હાલમાં મહેન્દ્રનગર ભરવાડવાસમાં રહેતા નીલાભાઇ ઉર્ફે ગોવીંદભાઇ સોમાભાઇ ભાંગરાએ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ સામે, પ્રભુકૃપા ટાઇનશીપ પાસે પાર્ક કરેલ તેમનો રૂપિયા પાંચ લાખની કિંમતનો ટાટા આઈવા ટ્રક કોઈ અજાણ્યો ચોર ઈસમ ઉઠાવી ગયો છે. ગત તા.3ના રોજ બનેલી આ ઘટના અંગે ગઈકાલે નિલાભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વાહનચોરના સગડ મેળવવા કાર્યવાહી શરૂ કરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text