વાંકાનેરના સતાપરામાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ : આરોપી છનનન…

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે સતાપર ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લીધી હતી જો કે પોલીસને જોઈ દેશીનો ધંધાર્થી છનનન થઈ ગયો હતો.

વાંકાનેર તાલુકા પોલીસે સતાપર ગામની સોપારી ધાર વાળી સીમમાં ગુંદાખડા ગામે રહેતા રવજીભાઇ પોપટભાઇ સાપરાની કબજા ભોગવટાવાળી વાડી પાસે આવેલ વોકળામાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ ગરમ દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો, અને દારૂ ગાળવાના સાધનો સહિત કુલ રૂ.2960નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- text

જો કે દરોડા દરમિયાન આરોપી રવજીભાઇ પોપટભાઇ સાપરા વાળો હાજર મળી ન આવતા પોલીસે આરોપીને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text