હળવદના ચરાડવા ગામે વાડામાંથી 29 બોટલ દારૂ ઝડપાયો

- text


હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનના વાડામાંથી વિદેશી દારૂની 29 બોટલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજલનગરમાં આરોપી આમીનભાઈ અનવરભાઈ કાજડીયાના રહેણાંક મકાનના વાડામાંથી પોલીસે મેકડોવેલ્સ નંબર વન વ્હીસ્કીની 17 બોટલ તેમજ કિંગ્સ ગોલ્ડ વ્હીસ્કીની 12 બોટલ મળી કુલ રૂપિયા 8700નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text