આગામી અઠવાડિયે વધુ એક માવઠાની આગાહી

- text


મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને સચેત કરાયા

મોરબી : ડિસેમ્બર માસમાં માવઠું મુસીબત બનીને આવ્યા બાદ આગામી અઠવાડિયાના અંત ભાગમાં ફરી એક વાર માવઠું વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને સચેત રહેવા અનુરોધ કર્યો છે.

- text

ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી અઠવાડિયાના અંતભાગમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે તેથી પરિપકવ થયેલ પાકની કાપણી અને લણણીની કામગીરી વહેલી તકે પૂર્ણ કરી સુરક્ષિત જગ્યાએ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથો સાથ શકય હોય તો પાકને પિયત, ખાતર આપવાનું અને દવા છાંટવાનું ટાળવા પણ ખેડૂત મિત્રોને જણાવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text