મોરબીના ગાળા ગામનો પુલ એકાદ માસથી બંધ હોવાથી 10 ગામના લોકોને મુશ્કેલી

- text


પુલ બંધ હોવાથી લોકોને 4-કિમિ ફરી-ફરીને જવાની નોબત

મોરબી : મોરબીના ગાળા ગામ પાસેનો પુલ એકાદ માસથી બંધ હોવાથી આશરે 10 ગામના લોકોનો હાલાકી પડી રહી છે. જેમાં એક મહિના અગાઉ આ પુલ ઉપર ગાબડું પડતા જોખમી થતા પુલ ઉપર અવરજવર બંધ કરી દેવાય હતી બાદમાં આજદિન સુધી પુલનું રીપેરીંગ જ કરતા સ્થાનિક લોકોને ફરી ફરીને જવું પડે છે.

મોરબીના ગાળા ગામનો પુલ ઘણા સમયથી જોખમી હાલતમાં છે. તેમાંય એક મહિના પહેલા આ પુલ ઉપરથી પસાર થવું ભારે ખતરનાક બન્યું છે. જેમાં એક મહિના અગાઉ આ પુલ ઉપર અકસ્માત થયો હતો.ત્યારે પુલ જર્જરિત હોવાથી પુલ ઉપર મસમોટું ગાબડું પડ્યું હતું.આથી સલામતીના ભાગરૂપે આ પુલ ઉપર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.

જો કે ગ્રામજનોએ વખતોવખત સંબધિત તંત્રને આ પુલનું તાકીદે યોગ્ય રીપેરીંગ કરવાની રજુઆત કરી હતી. પરંતુ તંત્રએ હજુ સુધી પુલનું કામ જ ન કરતા ગ્રામજનોની રજુઆતો બેઅસર રહી છે. જો કે આ પુલનો આજુબાજુના 10 ગામના લોકો ઉપયોગ કરે છે. હવે પુલ બંધ હોવાથી લોકોને 4-5 કિમિ સુધી ફરી-ફરીને જવું પડે છે. જ્યારે વાઘપર તરફના વૈકલ્પિક માર્ગ પણ સાંકડો હોવાથી ખેડૂતોને ખેતરે સર સમાન સાથે જવા માટે ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી સ્થાનિકોએ આ નવો પુલ મંજૂર થઈ ગયો હોય તંત્ર તાકીદે નવા પુલનું કામ શરૂ કરે તેવી માંગ ઉઠાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text