મોરબીના કેરાળી નજીક મળી આવેલ ભાઈ-બહેનનું પરિવાર સાથે મિલન કરાવતું બાળ સુરક્ષા એકમ

- text


મોરબી તાલુકા પોલીસના સહયોગથી કામગીરી કરાઈ

મોરબી : મોરબીના કેરાળી નજીકથી મળી આવેલ બે સગા ભાઈ બહેનના પરિવારને શોઘી બાળકોનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. મોરબી જીલ્લામાં બાળ સુરક્ષા એકમની ટીમ અને પોલીસ વિભાગના સઘન અને સતત પ્રયાસથી બાળકોના પરિવારને શોધી સોંપવામાં આવ્યા હતા.

ગત તા.૧૦.૧૦.૨૦૨૧ ના રોજ બે બાળકો કેરાળી ગામ પાસેથી મોરબી તાલુકા પોલીસને મળી આવેલ હતા. જેની સૂચના જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબીને મળેલ અને બંને બાળકોને જીલ્લાની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજુ કરી બાળ સંભાળ ગૃહ મિશનરી ઓફ ચેરીટી ખાતે આશ્રય આપેલ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધીકારી અનિલાબેન પીપલિયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલ શેરશીયાના માર્ગ દર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોટેક્શન ઓફિસર રીતેશકુમાર ગુપ્તા અને સામાજીક કાર્યકર રંજનબેન મકવાણા તેમજ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર વશરામ દેવાયત મેતાના સધન પ્રયાસથી બાળકોના પરિવારને શોધી તા.૨૮-૧૨-૨૦૨૧ના રોજ મોરબી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રાજેશભાઈ બદ્રકીયા અને તેઓની ટીમ દ્વારા બંને બાળકોને પરિવારમાં સોંપી પુનઃ સ્થાપનની કામગીરી કરવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text