મોરબીમાં રવિવારે ‘પરીરાણીના દેશમાં’ બાળવાર્તા પુસ્તકનું વિમોચન

- text


ટીવી મોબાઈલના યુગમાં બાળકોમાં ફરી બાળવાર્તા પ્રચલિત કરવા મોરબીના સાહિત્યકાર પ્રકાશ કુબાવતનો પ્રયાસ

મોરબી : મોરબીના સાહિત્યકાર પ્રકાશ કુબાવતના પરીરાણીના દેશમાં બાળવાર્તા સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું છે. નામાંકિત કવિ લેખકોની ઉપસ્થિતિમાં પુસ્તકનું વિમોચન થશે.

હાલ ટી.વી., મોબાઈલ અને કમ્પ્યુટર યુગમાં બાળકોને પ્રિય એવી બાળવાર્તા વિસરાતી જાય છે. બાળવાર્તા સાંભળવાથી બાળકોનું શ્રવણ કૌશલ્ય વિકસે છે. બાળક કલ્પનામાં વિહરે છે. ત્યારે બાળવાર્તાને જીવંત રાખવાના પ્રયત્નના ભાગરૂપે મોરબીના લેખક અને જીકિયારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પ્રકાશ કુબાવતની કલમે લખાયેલ ‘પરીરાણીના દેશમાં’ બાળવાર્તા સંગ્રહનો લોકાર્પણ કાર્યક્રમ તા. 02.01.2022 ના રવિવારના રોજ બપોરે 2.30 કલાકે જીકિયારી ગામે સાહિત્યકારો નટવર ગોહિલ, યશવંત મહેતા, અવિનાશ પરીખ, ડો. ધર્મેન્દ્ર પટેલ, સ્નેહલ નિમાવત, જાગૃતિ રામાનુજ, ડો. સતીશ પટેલ, કાયમઅલી હજારી, ડો. પ્રવીણ નિમાવત, ડો. ભરત રામાનુજ વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં ‘પરીરાણીના દેશમાં’ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text