રોંગ સાઈડમાં આવેલા રીક્ષા ચાલકે વેપારીનો ઢીંચણ ભાંગી નાખ્યો

- text


મોરબી શક્તિ ચેમ્બર પાસે બનેલી ઘટનામાં ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ શક્તિચેમ્બર નજીક વાહન લે વેચનો ધંધો કરતા વેપારીને રોંગ સાઈડમાં આવેલા સીએનજી રીક્ષા ચાલકે અકસ્માત સર્જી ઢીંચણ ભાંગી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પંચાસર રોડ રાજનગર-3માં લીંબડા ચોકમાં રહેતા અને વાહન લે વેચનો ધંધો કરતા કાંતીલાલ મોહનભાઈ સાણંદીયાને રોંગ સાઈડમાં ઘસી આવેલા સીએનજી ઓટો રીક્ષા નં. GJ-36-U-7041ના ચાલકે હડફેટે લઈ જમણા પગના ઢીંચણમાં ફેક્ચર કરી ઇજા પહોંચાડતા સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text