૧લી જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકો વેકસીનનું રજીસ્ટ્રેશન

- text


કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવી વેક્સીન અપાશે : આધાર કે અન્ય ID ન હોય તો ધો. ૧૦ની માર્કશીટ જોડવી પડશે

મોરબી : દેશમાં ૩ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે વયસ્કોની જેમ જ બાળકોને પણ વેકસીન માટે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. બાળકો માટે રજીસ્ટ્રેશન પણ કોવિન પ્લેટફોર્મ પર થશે. નેશનલ હેલ્થ ઓથોરીટીના સીઇઓ ડો. આરએસ શર્માએ જણાવ્યું કે, ૧ જાન્યુઆરીથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકો વેકસીન માટે રજીસ્ટ્રેશન કરી શકશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૫ ડિસેમ્બરે દેશને સંબોધિત કરીને ૧૫ થી ૧૮ વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવાનું એલાન કર્યું હતું. ૧૫ થી ૧૮ વર્ષના બાળકોની સંખ્યા ૭ થી ૮ કરોડ વચ્ચે છે. તેને દરેક ભારત બાયોટેકની કોવેકસીનનો ડોઝ આપવામાં આવશે. કોવેકસીનને સરકારે ૧૨ થી ૧૮ વર્ષના બાળકો પર ઇમરજન્સી ઉપયોગની મંજુરી આપી દીધી છે ત્યારે ડો. આરએસ શર્માએ જણાવ્યું કે, ૧૫ થી ૧૮ વર્ષના બાળકોનું વેકસીનેશનનું રજીસ્ટ્રેશન 1 જાન્યુઆરીથી શરૂ થશે. રજીસ્ટ્રેશન માટે આધાર કે અન્ય વિકલ્પ ન હોય તેવા કિસ્સામાં ૧૦માં ધોરણની માર્કશીટ પણ માન્ય ગણાવી છે.

- text

ભારત બાયોટેકે આ જ વર્ષે જુન – જુલાઇમાં ૨ થી ૧૮ વર્ષના બાળકો પર કોવેકસીનનું ટ્રાયલ કર્યું હતું. ટ્રાયલમાં વેકસીન અસરદાર સાબિત થઇ હતી. વેકસીન લગાવ્યા બાદ તાવ, શરીર તૂટવું, ઇન્જેકશનવાળી જગ્યા પર સોજો જેવા સામાન્ય સાઇડ ઇફેકટ જોવા મળશે.કોવેકસીન ઉપરાંત સરકારે જાયડસ કેડિલાની જાયકોવ-ડી ને પણ મંજુરી આપી દીધી છે. જાયકોવ-ડી ૧૨ વર્ષથી ઉપરના લોકો માટે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text