મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા ધરણા પ્રદર્શન

- text


જિલ્લા પંચાયત કચેરી ખાતે 450 જેટલા શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા બુલંદ માગણી

મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે જિલ્લા પંચાયત પાસે જુની પેન્શન યોજનાના અમલીકરણ માટે ધરણા કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે 450 જેટલા શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા બુલંદ માગણી કરી ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રતીક ઘરણા કરવામાં આવ્યા હતા. જેમાં 450 જેટલા શિક્ષકોએ જોડાઈને ઘરણા પ્રદર્શન કર્યું હતું. તેમજ જુની પેન્શન યોજનાના અમલીકરણની ઉગ્ર માંગ ઉઠાવી હતી. જેમાં સરકાર દ્વારા વર્ષ 2005થી જૂની પેન્શન યોજના બંધ કરવામાં આવેલ છે. અને નવી પેન્શન યોજના NPS ચાલુ કરેલ છે. ફિક્સ પે સળંગ નોકરીની લડત તેમજ 4200 ગ્રેડ પેની લડતની સફળતા બાદ હવે NPSને બદલે જૂની પેન્શન યોજના શરૂ કરવા, શિક્ષકોને સાતમા પગાર પંચના લાભો આપવા, કરાર આધારિત શિક્ષકોને કાયમી કરવા અને નવી શિક્ષણ નીતિમાં શિક્ષક વિરોધી બાબતો દૂર કરવાની માંગ કરી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text