જોખમી બેદરકારી : ચાલુ ડમ્પરમાંથી રોડ ઉપર ઠેર-ઠેર સીરામીકનો કદડો ઠાલવાયો

- text


મોરબી હળવદ રોડ ઉપર દેવીપુરના પાટિયા પાસેની ઘટનાનો વિડીયો વાયરલ

મોરબી : મોરબી હાઇવે ઉપર ડમ્પરોનો ત્રાસ ફાટીને ધુમાડે ગયો છે. હાઇવે ઉપર માટીના ઢગલાનો ખડકલો કરવાની સમસ્યા હજુ ઉકેલાય નથી.ત્યાંજ મોરબી મોરબી હળવદ રોડ ઉપર દેવીપુરના પાટિયા પાસે ચાલુ ડમ્પરમાંથી રોડ પર ઠેરઠેર સીરામીકની માટીનો કદડો પડતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો આફતમાં મુકાય ગયા હતા.રોડ ઉપર માટીના ઢગલા પડતા વાહન ચાલકોની ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.

મોરબી હળવદ હાઇવે ઉપર દેવીપુરના પાટિયા પાસે ગતરાત્રે એક સીરામીકની માટી ભરેલું ડમ્પર પસાર થઈ રહ્યું હતું. પણ આ ચાલુ ડમ્પરમાંથી રોડ ઉપર ઠેક ઠેકાણે ડમ્પરના ઠાઠામાંથી સીરામીકનો કદડો ઠલવાતો ગયો હતો. આ રીતે મોરબી હળવદ હાઇવે ઉપર છેક સુધી ચાલુ ડમ્પરમાંથી સીરામીકની મોટી રોડ ઉપર પડી છે. આ ઘટનાને પાછળથી આવતા અન્ય વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરીને વીડિયો વાયરલ કરતા ડમ્પર ચાલકની જોખમી બેદરકારી સામે આવી હતી. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ છે કે રોડ ઉપર જેમ જેમ ડમ્પર પુરપાટ ગતિએ દોડી રહ્યું છે તેમ તેમ ડમ્પરના પાછળના ભાગે ઠાઠામાંથી કોઈ પદાર્થ નીચે પડી રહ્યો છે. આ પદાર્થનો ઢગલો પાછળ આવતા કોઈ વાહન ચાલક ઉપર પડ્યો હોય તો જાનહાની થવાની દહેશત ઉભી થઇ હતી.

- text

મોરબી હળવદ હાઇવે ઉપર ડમ્પરમાંથી ઠેરઠેર જે પદાર્થ ઠલવાયો તે સિરામિકનો પોલિસંગનો રગડો માટી હોવાનું કહેવાય છે. જો કે સીરામીકનો પદાર્થ ખરેખર શું હતો ? કોઈ નુકસાનકારક સામગ્રી છે કે કેમ ? તેમજ પાછળથી આ સામગ્રી પડતી હોવા છતાં ડમ્પર ચાલકનું ધ્યાન કેમ ન ગયું ? શુ જાણી જોઈને આવી જોખમી બેદરકારી કરી છે કે કેમ? આ ડમ્પર કઈ સામગ્રી લઈને ક્યાં ઠાલવવા ગયું ? તે સહિતની બાબતે તપાસ કરીને દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text