મોરબીમાં નાતાલની ભારતીય સંસ્કૃતિને અનુરૂપ તુલસી દિવસ તરીકે ઉજવણી

- text


સાર્થક વિદ્યામંદિર ખાતે વિશષ્ટ વ્યક્તિઓનું સન્માન, હોમ-હવન, તુલસીની મહત્તા દર્શાવતા પોસ્ટરનું પ્રદર્શન યોજાયું

મોરબી : જગતને શાંતિનો સંદેશ આપનાર ભગવાન ઈશુંખીસ્તના આજે જન્મોત્સવની સમગ્ર વિશ્વમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં ભગવાન ઈશુંખીસ્તના આજે જન્મોત્સવ નાતાલની પશ્ચિમી સંસ્કૃતિથી નહિ પણ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સાર્થક વિદ્યામંદિરે નાતાલની ભારતીય સંસ્કૃતિની પ્રાણીલી મુજબ તુલસી દિવસ તરીકે ઉજવણી કરીને સમગ્ર દેશવાસીઓને ભારતીય સંસ્કૃતિની આગવી ગરીમાંનું જતન કરવાનો સંદેશ આપ્યો છે.

મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર શૈક્ષણિક સંકુલ દ્વારા નાતાલની ભારતીય સંસ્કૃતિની પ્રણાલી અનુસાર ઉજવણી કરવાની અનુકરણીય પહેલ કરવામાં આવી હતી. ખાસ કરીને છેલ્લા છ વર્ષથી નાતાલની અનોખી ઉજવણી કરવાની પરંપરાને આ વખતે પણ કાયમ રાખી સાર્થક વિદ્યામંદિર દ્વારા આજે નાતાલની તુલસી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ તુલસી દિવસ નિમિત્તે સમાજમાં અનેરું યોગદાન આપનાર ખાસ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથેસાથે હોમ-હવન કરવામાં આવ્યો હતો અને આયુર્વેદિક દ્રષ્ટિએ તુલસીની મહત્તા દર્શાવતા પોસ્ટરોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર પ્રદર્શનમાં તુલસીના ઉપયોગ વિશે રજેરજની માહિતનું પ્રદાન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિનો બેજોડ મહિમાગાન કરતા મહાન ગ્રંથો અને ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર ધરોહરને પ્રદર્શન રૂપે ઉજાગર કરવામાં આવી હતી. તુલસીના શરબત અને 250 જેટલા તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથેસાથે દેશી બનાવટનું પણ પ્રદર્શન-સહ વેચાણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સાર્થક વિદ્યામંદિરના કિશોરભાઈ શુક્લ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text