ભગવાન શ્રીરામ અને કૃષ્ણની વેશભૂષા ધારણ કરી બાળકોને ભેટ વિતરણ

- text


હરબટીયાળી ગામની સરકારી પ્રાથમિક શાળામાં ક્રિસમસની અનોખી ઉજવણી

ટંકારા : ટંકારા તાલુકાના હરબટીયાળી ગામની સરકારી પ્રાથમિક શાળામાં ક્રિસમસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ સાંતાક્લોઝના બદલે શ્રીરામ અને કૃષ્ણ ભગવાનની વેશભૂષા ધારણ કરી ભેટ વિતરણ કરવામાં આવી હતી સાથોસાથ તુલસીપૂજન પણ કરવામાં આવ્યું છે

હરબટીયાળી પ્રાથમિક શાળામાં નાતાલના તહેવારની ઉજવણી અલગ પ્રકારેથી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોને શ્રીરામ અને શ્રીકૃષ્ણ બનાવવામાં આવ્યા હતા અને તેમના હાથે બાળકોને ભેટ આપવામાં આવી હતી આ ઉપરાંત, કુમકુમ ગ્રુપ અને શાળાના બાળકો દ્વારા તુલસીપૂજન પણ કરવામાં આવ્યું હતું. આ રીતે ભારતીય સંસ્કૃતિના જતનનો એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા ગીતાબેન સાંચલા દ્વારા કરવામાં આવ્યું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text