મોરબીની ભરતનગર પ્રાથમિક શાળામાં તુલસી પૂજન દિવસની ઉજવણી

- text


મોરબી : આજે જયારે લોકો ક્રિસમસની ઉજવણી કરે છે ત્યારે આપણી સંસ્કૃતિને જાળવી રાખવા મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાએ તુલસી પૂજન દિવસની ઉજવણી કરી હતી.

આજે ૨૫ ડિસેમ્બર એટલે કે તુલસી પૂજન દિવસ હિન્દુ શાસ્ત્રો અનુસાર વિષ્ણુપ્રિયા,વૃંદાવની,વૃંદા,પુષ્પાસરા વગેરે જેવા અનેક નામોથી તુલસીને નવાજવામાં આવે છે. ચરણામૃત હોય,પંચામૃત હોય કે પછી ભગવાનને ધરાવાતો ભોગ હોય બધામાં તુલસીનું આગવું સ્થાન છે. તુલસી એક ઔષધીય છોડ છે સાથે સાથે તે સકારાત્મક ઊર્જા પણ ફેલાવે છે.

મોરબીની ભરતનગર પ્રાથમિક શાળાના દરેક બાળકોએ તથા શિક્ષકગણે માથા પર કેસરીયો સાફો અને કપાળે કુમકુમ તિલક કરી તુલસી પૂજન કર્યું હતું.આ તકે ઘરેથી તૈયાર કરીને લઈ આવેલા દીવડાથી તુલસીજીની આરતી કરી હતી અને જળ અર્પણ કરવામાં આવ્યું હતું.શાળા પરિવારે પણ આ પૂજનમાં ભાગ લીધો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text