સ્વર્ગસ્થ દાદાના શ્વાન માટેના સેવાયજ્ઞની પરંપરા જાળવતો પ્રપૌત્ર

- text


શ્વાનોને શિયાળામાં ચોખ્ખાં ઘીનાં અડદિયા પાક અને શીરોનું ભોજન કરાવે છે

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામમા વાડીનું રખોપું કરતાં શ્વાનો તેની જાન કુરબાન કરી દેવા સુધીની વફાદારી દેખાડતાં હોય છે ત્યારે શિયાળાની હાડ થીજાવતી કડકડતી ઠંડીમાં માણસ ઘરમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે સ્વ.લેઉઆ પાટીદાર ટપુઆતા ડાકાના ત્રણ પેઢીથી ચાલ્યો આવતો શ્વાન પ્રત્યેના સેવાયજ્ઞની જયોત પ્રજ્વલિત રાખતો પ્રપૌત્ર ભૌતિક ઉર્ફે ભોલો દાદાજીની જેમ ચોમાસાના બારેમેઘ ખાંગા હોય કે શિયાળાની હાડ થીજાવતી કડકડતી ઠંડી હોય ભોલાનો નિત્યક્રમ વાડીનાં શ્વાનમાદાના ગલુડીયાઓને શિયાળામાં ચોખ્ખાં ઘીનાં કાજુ-બદામથી ભરપુર અડદીયા તેમજ શીરોનું ભોજન કરાવવાનું ચુક્તો નથી પોતાનાં દાદાજીનો ત્રણ પેઢીનો વારસો જાળવી રાખીને માનવતા જ શ્રેષ્ઠ ધર્મના સુત્રને સાર્થક કરી રહ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text